રા ' નવઘણને નડેશ્વરી માતા સહાય કરે છે || Ranavaghan ane nadeswri ma Na parcha ni vat - KULDEVI SOUND THARAD

રા ' નવઘણને નડેશ્વરી માતા સહાય કરે છે || Ranavaghan ane nadeswri ma Na parcha ni vat

Share This
        જૂનાગઢના માથે રા ' ડિયાસનું રાજ તપતું હતું ત્યારે પાટણમાં સોલંકી રાજપૂતોનું રાજ્ય હતું . ગિરનાર પર્વત સિહો તથા સિધ્ધ પુરુષોની ભૂમિ ગણાય છે . અડસઠ તીર્થોનો અહીં વાસ છે . દામોદર કુંડ છે જેમાં ન્હાવાનો અમૂલ્ય લ્હાવો છે તેવું આપણા પુરાણોમાં લખ્યું છે .
Google source
            આવા મહિમાધારી ગરવા ગિરનારની યાત્રા કરવા પાટણના રાજા દુર્લભસેનની રાણીઓ નિકળી છે . દામોદર કુંડમાં સ્નાન કરવા માટે આવે છે ત્યારે ચોકીદારે દાણ માગ્યું . અહીં સ્નાન કરવા આવનાર પાસે અમારા રાજાના હૂકમ અનુસાર દરેક વ્યક્તિ પાસે દાણ લેવામાં આવે છે તેમ ચોકીદારે જણાવ્યું . આમાં પાટણની મહારાણીને અપમાન જણાયું અને તે સ્નાન કર્યા વગર પાછાં ફર્યા . આ વાતની રા ડિયાસને ખબર પડતાં દોડતા આવીને પાટણની રાણીબાને મનાવવા બહુજ પ્રયત્ન કર્યો પરંતુ પાટણની મહારાણી માન્યાં નહિ . પાટણ જઈને પોતાના અપમાનનો બદલો લેવાની વાત રાજાને કરી . મહારાજા દુર્લભસેનને મોટું લશ્કર લઈ જૂનાગઢ ઉપર ચડાઈ કરી . જૂનાગઢને ઘેરો ઘાલ્યો . જૂનાગઢનો કિલ્લો અભેધ હતો એટલે ઘેરો ઘણા વખત રહ્યો . દુર્લભસેન કંટાળી ગયા . તંબુમાં રાજા નિરાશ થઈને બેઠેલા જોઈ રાજકવિ - ચારણે વાતનો દોર હ લેતાં જણાવ્યું કે એક પણ લોહીનું ટીપું રેડ્યા વગર જૂનાગ આપને અપાવું તો જ હું રાજ કવિ . રજવાડામાં ચારણોનું માન હતું . પોતાના રાજા અને રાજ્ય માટે પ્રાણનું બલિદા " પણ તે અચકાતા નહિ .
                ચારણ શબ્દ અનેક ગણો મોટો છે , મહાન ગોરવંતા અર્થોનો વાહક અને ઉચ્ચ આદર્શોથી ભરપૂર છે . ચારણ શબ્દના અર્થમાં ગૌરવ , ઉચ્ચ આદર્શ , ઉદાત્ત કર્તવ્યભાવના પ્રતિષ્ઠિત છે . ચારણ સંસ્કૃત ભાષાનો શબ્દ છે . ચારયન્તિ ધર્મસ્ય વદન્તી કીર્તિનું વિધાકાવ્ય ઈતિ ચારણ 

           સોલંકી રાજાની નિરાશા દૂર કરી રાજકવિ રા ' ડિયાસનું માથું માગવા જાય છે . જૂનાગઢના ઉપર કોટના દરવાજા પાસે બેસીને ખૂબજ સારા રાગથી ગાય છે . સંગીતમાં અજબ શક્તિ છે .
   
 સંગીત હે ઈશ્વર કી શક્તિ, જેમાં વસ્યા છે શ્રીરામ 
રાગી સુનાવે રાગ તો , રોગીકો મીલે આરામ 

           પાટણના રાજકવિનું સંગીત સાંભળી રા ' ડિયાસ દરવાજો . ખોલવાનું દરવાનને જણાવે છે . દરબારીઓ રા ' ડિયાસને વિનંતી કરે છે કે મહારાજ ! દરવાજો ખોલાવશો નહિ . પાટણના રાજાનો આમાં કાંઈક પેતરો હશે . પણ રાજકવિઓનું માનમરતબો તે યુગમાં જળવાતો હતો . દરવાન , દરવાજો ખોલીને કવિ - ગઢવીને અંદર લઈ જાય છે . દરબારમાં પાટણના રાજકવિની સુંદર કવિતા સાંભળી રાડિયાસ પ્રસન્ન થઈ જાય છે . અને બોલી ઉઠે છે પાટણના રાજ કવિ માગો - માગો તે હું આપું . કવિરાજ તક જોઈને રાડિયાસનું માથું માગે છે . રાજા સ્વહસ્તે પોતાનું માથું ઉતારી આપે છે . કવિ રાજાનું માથું લઈને પાટણના રાજા પાસે પડાવમાં જાય છે . સોલંકી રાજાના માણસો ઉપર કોટ ઉપર ચડાઈ કરે છે . રાડિયાસ ન હોઈ જુનાગઢ હારે છે . રાડિયાસની રાણીઓ સતી થાય છે પણ એક રાણીબા દ્વિધામાં છે તેમનો કુંવર નવઘણ છ મહિનાનો છે તેનું શું કરવું ? તેમને પણ સતી તો જવું જ છે પણ બાળ રાજાની માયા , ભાવિ ગાદી પતિની મમતા આડે આવે છે . માતાની સેવાનો બદલો કોઈ પુત્ર ઉતારી શકતો નથી .

 જનનીની જોડ સખી નઈ જડે રે લોલ પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ જગથી જૂદી એની જાત રે . . . . . . . જનની 

         જૂનાગઢના રા ' ડિયાસની રાણીને સતી તો થવું જ છે પણ પોતાના બાળ રાજાની મમતા ઘણા વિચારોને નોતરે છે . પતિવ્રતા સ્ત્રીઓનો ધર્મ બહુ કઠીન છે . ધર્મચારીણી રાણી સતી થવા માટે ' ઉત્સુક છે પણ હૈયાના કટકા સમાજ બાળકની ચિંતા , સ્નેહ વિલંબ કરાવે છે . રડતા બાળકને દઢ મનથી છેલ્લું ધાવણ ધવરાવીને એક વિશ્વાસુ દાસીને આપીને જણાવે છે કે કુંવરને આબીદર બોલીદર ગામના આદીર પટેલ દેવાયતને ઓપજે તેમ જણાવી રાણી સતી થઈ જાય છે દાસી પોતાના મોતની પરવા કર્યા સિવાય આ બાળકને લઈને આલીદર બોલીદર ગામમાં રાત્રે દેવાયત આપર પટેલને ત્યાં જાય છે . દેવાયતને જગાડી રાજાની અમાનત બાળ - કુંવર નવઘણને સોપે છે અને રાણીએ કરેલી વાત કરે છે દેવાયતના ઘરે નવઘણ જેવડી જાદલ નામે દિકરી છે દેવાયતની પત્ની જાસલને તરછી નવધણને ધાવણ ધવરાવી ઉછેરે છે . દેવાયતને બે સંતાન હતાં . દીકરા વાહન અને દીકરી જાદલ દેવાયતની પત્ની ગુણિયલ હતી . રાજાના વંશને જાળવી રાખવા તે ઉત્સુક અને ગમે તે ભોગે તૈયાર હતી . ખૂબ પુણ્ય કરેલ હોય તેને પરમાત્મા સમજું , સજ્જન પત્ની આપે છે . પત્નીના સહકાર વિના સમર્થ પુરૂષ પણ કોઈનું સારૂં આતિથ્ય કરી શકે નહિં . 
Google source

             જીવનમાં ચડતી પડતી આવે છે પણ સજ્જન માણસો હાય હાય કરતા નથી . ભાન વગરના માણસો કદર વગરના માણસો આગળ દુઃખ રડે છે દુઃખ તો પાંડવોને પણ આવેલું . 

સુખ દુ : ખ મનમાં ન આણીએ ધટ સાથે રે ઘડિયાં , ટાળ્યાં કોઈનાં નવટળે રઘુનાથનાં જોડ્યાં . સંગ કરીયે સજ્જન તણા કાદયે નદોય ફિકર

           દેવાયત આદીર મરદ માણસ હતો . તેવીજ આદીરાણી હતી તેઓ સમજતાં હતાં કે માથે સોલંકી રાજાનું વેર છે . આસરો ધર્મ પ્રાણના ભોગે , પરિવારના ભોગે - પણ પાળવો છે .
Google source

              દેવાયત બાળ નવઘણની વાત કોઈની જાણમાં ન આવે તે સારૂં ખેતરમાં રહેવા ચાલ્યો જાય છે . રૂપલો દેવાયતનો ભાણેજ હતો તેને દેવાયતે મોટો કરી પરણાવ્યો હતો . એક દિવસ દારૂપીને તે પોતાની મામીને મારવા જાય છે . રૂપલો તેની વહુ સાથે જુદો રહેવા જાય છે . નવધણ બાર વર્ષનો થઈ ગયો છે . રૂપલાની વહુ રૂપલાને ચડાવે છે . જુનાગઢ જઈ સોલંકી રાજાને નવઘણની વાત કરો . તમોને મોટો સરપાવ મળશે . સોલંકી રાજા તમને નોકરીમાં રાખી લેશે એટલે આપણો બેડો પાર થઈ જશે . 

          સમજદારી હોવા છતાં વ્યસની - દારૂડિયા રૂપલાએ નશામાં આ વાત માની લીધી . 

          દારૂના પીવાથી ગયું રજપુતોનું રાજ શુરવીર સિકંદરનો . ગયો પ્રાણ દારૂથી .
        રૂપલો મામા - મામીના ગુણને ભૂલીને દુશમન બની ગયો એને જીવતા મુઆ અમે જાણીએરે
      અતિ આબરૂ ધોવાઈ જાય પાણીપેરે
     જેના ઘરમાં સ્ત્રીઓનું રાજ , એના બધાય બગડેલાં કાજરે 
    રૂપલો ઘરની નારીના કહેવાથી કાળું કામ કરવા માટે તૈયાર થયો . જૂનાગઢ ગયો દરવાન પાસેથી રાજાને મળવાની રજા લીધી . રાજાને ખાનગીમાં રાડિયાસનો કુંવર નવઘણ આલીદર ગામમાં દેવાયત પટેલને ત્યાં ઉછરી રહ્યો છે તેવું જણાવ્યું . બાતમીના બદલામાં રૂપલાને દરબારમાં નોકરી મળે છે .

         સોલંકી રાજા દેવાયત પટેલને ત્યાં થોડાક સૈનિકો ને ઉપરી સેનાપતિ સાથે મોકલે છે . રૂપલાને પણ સાથે મોકલે છે . આલીદર ગામના ચોરે ઉતારો કરે છે . ગામના ચોરામાં આદીરોને બોલાવી પૂછવામાં આવે છે કે દેવાયત પટેલને ત્યાં રાનવઘણ ઉછરે છે તે સાચું છે ? આદીરો જણાવે છે કે આ વાતમાં અમે કશું જાણતા નથી . ફોજદાર દેવાયત પટેલને બોલાવે છે દેવાયત પટેલ વાત સમજી થાય છે . ફોજદાર પૂછે કે દેવાયત પટેલ તમારા ત્યાં રાજાનો દુશ્મન ઉછરી રહ્યો છે . આ વાત ખરી છે ? હા સાહેબ , વાત ખરી છે . દેવાયત ઉદાર આપે છે . તો શા માટે રાજના દુમનને ઉછેરો છો રાનવઘણને મોટો કરીને સોલંકી રાજાને સોપવા માટે મોટો કરે છે . રાજાની વફાદારી માટે દુમનને મોટો કરું છું તો હવે રાનવઘણના સોપીદા ફોજદારના હુકમ સામે દેવાયત પટેલ રાનવઘણને લવા ઘેર જવા તૈયાર થાય છે . ફોજદાર તેમને અટકાવે છે અને જણાવે છે કે ચિઠ્ઠી લખી આપો . દેવાત પટેલ જાતે ચિઠ્ઠી પોતાની પત્ની ઉપર લખી આપે છે કે આવેલ સૈનિકોને રાનવઘણ સોપી દેજો . અને નીચે સૌરાષ્ટ્રની ભાષામાં ચિટ્ટીમાં નીચેના ભાગે છે . રા . રખતી કામ કરજે . 

         આદીરાણી હોશિયાર અને બાહોશ બાઈ હતી . તે બધીજ વાત પલકમાં સમજી ગઈ . પોતાના પેટના દીકરા વાહનને સારાં કપડાં તથા ઘરેણાં પહેરાવી નાની કટાર બંધાવી બધુંજ શીખવીને મોકલે છે અને નવઘણને ઓરડામાં પૂરી રાખે છે . તે ઘણી ધમાલ કરે છે . મા મને કેમ સારાં કપડાં તથા ઘરેણાં પહેરાવીને વાહણ ભાઈ સાથે બહાર ગામ કેમ મોકલતી નથી ? આહીરાણી તેને સમજાવી લે છે . રાનવઘણને આજેજ આ ઘરમાં વહાણ અને તેની સાથે જુદાઈ લાગે છે . વહાણને નવઘણ ગણીને રાજના માણસો ફોજદારી ઉતારે લઈ જાય છે . ફોજદાર વહાણને પુછે કે તારું નામ શું ? તો રૂઆબથી વાહણ જવાબ આપે છે કે મારું નામ નવઘણ છે ફોજદાર જેવી તેને મારવાની આજ્ઞા કરે છે અને કહે છે છોકરા તૈયાર થઈજા આજે તારા દેહના ટુકડા કરી નાખીશ . જેવો ફોજદાર તલવાર ઉગાવવા જાય છે તેવોજ ચપળ વાહન પોતાની ઝેર પાયેલી કટાર ખેચી ફોજદાર ઉપર ઘા કરે છે . ફોજદારના રામ રમી જાય છે . તે ક્ષણેજ ફોજદારનો સાથીદાર વહાણનું માથું ઉડાવી દે છે . ક્ષણમાંજ આ બધું બની જાય છે . પણ રૂપલો આ વાત માનવા તૈયાર નથી . તેણે ફોજદારના સદાયકને જણાવ્યું કે દેવાયતની આદીરાણીને ખરી કહેવાય આપરાણી પણ આ કસોટીમાંથી પસાર જાય છે .

        આહીરાણીએ આશરાના ધર્મ ખાતર પોતાના સગા દિકરાને દુમનો પાસે મરવા દે છે . મસ્તક ઉપર પગદઈ તેનું મસ્તક છેદી નાખે છે . 

         પશુ , પક્ષીઓ પણ પોતાનાંજ બચ્ચાંને પાળે છે અહી આશરાનો ધર્મ પાળવા સારૂં કોઈકના દીકરા સારૂં પોતાના દિકરાને મરવા દે છે . ભારતીય ભૂમિમાં આવી માતાઓ પણ થઈ છે તેમને કોટિ - કોટિ વંદન . 

          સ્ત્રીના સહકાર વગર પુરૂષ ઈચ્છીત કાર્ય પાર પાડી શકતો નથી . પુરૂષમાં હામ આપનાર તેની ધર્મ ચારિણી છે . આપરાણી , દેવાયત પટેલને હિંમત આપે છે . કપરી કસોટીમાંથી આ આહીર યુગલ પસાર થાય છે . 

        નવઘણ દેવાયત પટેલના ત્યાં મોટો થઈ રહ્યો છે . ૨૦ વર્ષનો ભરજુવાન થાય છે . સિહનું બાળક છે . હવે તેને ઘરમાં ભરાઈ રહેવું ગમતું નથી . પોતાના પાલક પિતા દેવાયત સાથે ખેતરે જાય છે . હળ હાંકે છે . હળ હાંકતાં ધન પ્રાપ્તી થાય છે . સાત ચરૂ ખેતરમાંથી મળે છે ધન લઈને ઘેર આવે છે . આ બાજુ સોલંકી રાજાને શાંન્તી થઈ ગઈ છે દુશ્મન મરાઈ ગયો છે.

           દેવાયત પાસે ચરૂથી લક્ષ્મી આવી છે લક્ષ્મી એ પૂરક બળ છે . શૂરવીર , સાહિત્યકાર કે બુદ્ધિજીવીની લક્ષ્મી વગર કદર થતી નથી. લક્ષ્મી મળવાથી દેવાયતના પગમાં જોર આવે છે . વિચારે છે કે નવઘણનું નસીબ જોર કરે છે. 

            જૂનાગઢમાં સોલંકી રાજાએ દેવાયત આહીરને રાજાના વફાદાર ગણીને પટેલની પાઘડી બંધાવી છે . આમ , દેવાયત આહીર રાજાનો ખાસ માણસ ગણાય છે . જ્યારે બીજી બાજુએ લક્ષ્મી મેળવી ચુકેલ દેવાયત ખેતરમાં રહીને નવઘણને ઘોડે સવારી સવારે તથા રાત્રે તલવારબાજી શિખવાડે છે . 

             દેવાયત વિચારે છે કે સોલંકી રાજાનો સામનો કરવાનો સમય પાકી ગયો છે . તેથી યોગ્ય સમયે આગળ વધવું જોઈએ . દિકરી જાહલ પરણવા યોગ્ય બની છે . નાનપણમાં સગપણ કરેલ છે . જાહલનાં લગ્નમાં ગામે ગામથી આહીરભાઈઓને તેડાવે છે પછી દેવાયત નાતીલાઓને જણાવે છે કે મારે અને સોલંકી રાજાને ખૂબ મેળ છે તેથી મારે જાહલના લગ્નમાં રાજાને આમંત્રણ દેવા જવું છે . આપ સૌ હથિયાર લઈને તેયાર થાઓ . બધાને લઈને દેવાયત જૂનાગઢ જાય છે . દરવાજે દરવાનને વાત કરે છે . કે અમારે રાજાને લગ્નનું આમંત્રણ આપવા જવું છે . દરવાન દેવાયત પટેલ અને રાજાના સંબંધોથી વાકેફ છે . તેથી બધાને અંદર જવા દે છે . અંદર જઈને રાજાને મળે છે . રાજા ખુશ થાય છે . 

            રસ્તામાં દેવાયત પટેલે આદીરભાઈઓને સાચી વાતથી વાકેફ કરી દીધા છે . મારા ઘેર જે છોકરો છે તે રાડિઆસનો રાજકુંવર  નવઘણ છે . અને તેને જીવતો રાખવા માટે મે મારા દીકરા વાહણને મરવા દીધો છે . આપણા માટે કસોટીનો સમય છે . આપણે આપણા ખરા રાજાના વારસને ગાદીએ બેસાડવાની આ સુંદર તક છે . નિમંત્રણ સમયેજ રાજાને મારીને કસોટીમાંથી પાર ઉતરવું છે . મારા આશરાનો ધર્મ પાળવાનો આ સોનેરી અવસર છે . હું આપની પાસે સહાય માગું છું . બધાએ વાતને વધાવી લીધી અને ધન્યવાદ આપ્યા . તેથી જેવો   સોલંકી રાજા ઊભો થઈ આવકાર આપવા જાય છે. તેવોજ નવઘણ જોરથી બોલે છે. મારા બાપને મારીને ગાદી ઉપર ચડી બેસનાર  તૈયાર થા હું રા 'ડિયાસનો પુત્ર નવઘણ છું. તારો કાળ છું. રાજા આવા ઔચિંતા હમલા થી ગભરાઈ જાય છે. નવઘણ રાજાને મારી નાંખે છે બીજે જ દિવસે રાનવઘણ નો રાજ્યાભિષેક થાય છે.વાતને વધાવી લીધી અને ધન્યવાદ આપ્યા.

              સમગ્ર ઘટનાથી વાકેફ નવઘણ પણ સાથેજ છે , તેથી , સોલંકી રાજા ઉભો થઈ આવકાર આપવા જાય છે . તેવોજ - જોરથી બોલી છે . મારા બાપને મારીને ગાદી ઉપર ચડી ? તૈયાર થા હું રાદિયાસનો પુત્ર નવઘણ છું . તારી કાળ છું . રાજા આવા ઓચિંતા હુમલાથી ગભરાઈ જાય છે નવધણ રાજાને મારી નાખે છે . અને બધા આહીરો રજવાડામાં બધાને મારી નાખે છે બીજે જ દિન ) રાનવઘણનો રાજ્યાભિષેક થાય છે . પોતાની બહેન જાહલને જૂનાગઢ તેડાવી બહેનના હાથે રાજતિલક થાય છે . 

             આ ઘટનાથી જૂનાગઢની રૈયત રાજી થાય છે આપણા રાજાનોકુંવર હયાત છે અને દુશમનો પાસેથી ગાદી ખેચી લઈ ગાદી ઉપર નવઘણ બેઠો છે આમ , પ્રજાજનોમાં આનંદનો પાર નથી . 

               બીજા દિવસે રાનવઘણ આલીદર બોલીદર ગામે આવે છે . બહેન જાહલનાં લગ્નમાં માંડવે પધારી જવતલ દોમે છે બહેનને ગરાસની ભેટ આપવા માગે છે અને જણાવે છે કે ગરાસમાં બધુંજ આપી દઉં તો પણ તમારું ઋણમાંથી મુક્ત થઈ શકે તેમ નથી .

                   જાહલ બોલી વીરા ! મારે હાલ કંઈજ જઈતું નથી . તારો મારા પર પ્રેમ છે તે જ બસ છે જરૂર પડશે તો માગીશ . 

                   આજે બધા આહીરો દેવાયતને ધન્યવાદ આપે છે આ દેવાયત અને તેની પત્નીના માથા પરનો બોજ હળવો થયો છે . તેમના આત્માને શાન્તી થઈ છે . દીકરો વહાણ યાદ આવે છે . સુખે મિશ્ર આંસુઓ વડે આંખો ભીજાય છે . જાહલનાં લગ્ન સાસતીયા નામના આહીર જુવાન સાથે થયાં છે જાહલ રોનવઘણને આર્શીવાદ આપે છે. વીરા સો વર્ષનો થાઓ અને તારું રાજ્ય અમર તપો . 

                    જાનને વિદાય આપી રાનવઘણ રાજ્ય સંભાળે છે . ગામે પ કરી પોતાની રૈયતનું જતન કરે છે . ખેડૂતો , માલધારી અને ચ રૈયતની મુશ્કેલીઓ દૂર કરે છે દેવાયત અને આહીરાણી ચાર મની યાત્રા કરવા નીકળે છે . અને સુખરૂપ યાત્રા કરી પાછાં આવે છે દસ વર્ષનાં વહાણાં વાયી ગયાં છે . જાહલના કંઈ સમાચાર નથી . હલનો પતિ સાંસતીયો એક મઈ માણસ છે . તે મોટો માલધારી છે . ખબ સંપત્તિ હોવા છતાં ઉપરા - ઉપરી પડેલ દુષ્કાળને લીધે બધી મિલકત ઢોરની ખોરાકીમાં ખર્ચી નાખે છે . 

                  ચાર - ચાર વર્ષના કારમાં દુકાળ સામે મૂંગા જીવોને કેવી રીતે જીવાડવાં તે વિકટ પ્રશ્ન આદીરો સામે ઊભો થાય છે . સાંસતીયો અને બીજા આશીરો નક્કી કરે છે કે સિંઘ તરફ જવા નીકળીએ . કાઠિયાવાડથી વિરમગામ , પાટડી , દસાડા , શંખેશ્વર , રાધનપુર , સૂઈગામ , નડાબેટ , નગરપારકર માર્ગે બધા આદીરો સીંઘમાં જાય છે . સીઘમાં ઘાસ ચારો સારો છે . પાણીનો પ્રશ્ન ન હતો . મૂંગા પ્રાણીઓ બચાવી શકાયાં તેનો સૌને આનંદ હતો . 

                આદીરાણીઓ ઘી વેચવા શહેરમાં જાય છે . ઘી વેચવા જતાં સંધના બાદશાહ હમીર સુમરાની નજર આદીરાણીઓ પર પડે છે અને પછી નજર જાહલ પર સ્થિર થાય છે . જાહલના રૂપથી હમીર સુમરો કાંધ બને છે . જહાલતો પતિવ્રતાના ધર્મમાં વરેલ હતી . હમીર સુમરો જ્યાં આહીરાણીઓનો પડાવ હતો ત્યાં આવીને જાહલની માગણી કરે છે . આહીરો વિચારમાં પડી જાય છે આહીરો મોરલીધર શ્રીકૃષ્ણનું સ્મરણ કરે છે . પ્રભુ આફતમાંથી ઉગારવાની વાત કરે .

           ભગવાન શ્રી કૃષ્ણ જાહલના હૃદયમાં વસ્યા છે . મુશ્કેલીમાં સજ્જનોને ભગવાન બુદ્ધિ રૂપી યોગ આપે છે . શ્રી નડેશ્વરી માતાજી તથા મોરલીધરની અઠ્ય પ્રેરણાથી જાહલને બુદ્ધિરૂપી યોગ જાય છે . પહેલાં તેણે વિચાર કર્યો કે પારકા પુરૂષના હાથમાં જવું તેના કરતાં કટારી ખાઈને મરી જવું સારું પરંતુ માતાજીની પ્રાર્થના પછી ! આત્મહત્યા કરવીએ કાયરનું કામ છે . બુદ્ધિથી તેણે હમીર સુમરાને ! જણાવ્યું કે મારે શ્રી નડેશ્વરી માતાજીનું વ્રત છે . જેમાં છ માસ માટે ' મારે સંયમી જીવન જીવવાનું છે . તેથી છ માસ પછી હું તમારી સાથે લગ્ન કરીશ . હમીર સુમરો વાત માની જાય છે તે જાહલને એક મહેલમાં કેદ કરે છે . મહેલમાં જાહલના પતિ સાંસતિયાને પણ કેદ કરે છે . આહીરોને ઢોર ચરાવવાની છૂટ છે પરંતુ તેમના ઉપર ચોકી પહેરો ગોઠવેલ છે .

                એક રાત્રે સાંસતિયાએ જોયું કે ચોકીદાર ઊંઘી ગયો છે . તેણે સિપાહીના હથિયાર વડે તેને મારી તેનાં કપડાં પહેરીને જેલની બહાર નીકળી ગયો તથા જાહલના મહેલ નીચે જઈ મહેલમાં એક કાંકરી નાખી . જાહલ જાગતીજ હતી . શ્રી માતાજીનું સ્મરણ કરી ! રહી હતી . તેણે મહેલની બારીએ આવી જોયું તો તેનો પતિ ઉભો હતો . ત્વરિત નિર્ણય લઈ તેણે બે ચિઠ્ઠીઓ પેલાં કાંકરા સાથે નીચ ફેકી એક ચિટ્ટીમાં સાંસતીયાને લખ્યું હતું કે મારી બીજી ચિઠી લઈને તમે જુનાગઢના મારા ભાઈ નવઘણ પાસે જાઓ તે પણ આવશે . ' 

         ભાગતો - ભાગતો ઘણા દિવસે ' બીજી ચિટ્ટીમાં રાનવઘણને સંબોધીને લખી હતી . લઈને સાંસતીયો રાત અને દિવસ ભાગતો - ભાગતો જૂનાગઢ આવે છે અને સામો ગરવો ગિરનાર દેખાય છે.

ગરવો ઈ ગિરનાર , વાદળથી વાતું કરે,
 એ ઝાઝા કરૂં જુથાર તમને જૂનાગઢના ધણી .

            દરવાજે પહોચતાં રાત પડી ગઈ હતી . દરવાજા બંધ થઈ ગયા હતા . એક બાવાના જુંપડીમાં તે રાત - વાસો કરે છે . સવારમાં દરવાજા પાસે જાય છે . દરવાનને વાત કરે છે કે મારે રાનવઘણને મળવું છે . દોડ - ધામ થી ઉભાં થયેલા તેના દીદાર જોઈ દરવાન અને બીજા તેની મશ્કરી કરે છે સાંસતીયો આહીર બાહોશ આદમી હતો પરંતુ તેના માથે અત્યારે વિપત્તિનો વરસાદ વરસતો હતો . કપડાં ફાટી ગયાં હતાં . ભૂખ પેટમાં સતાવી રહી હતી . 

               સાંસતીયાના માથે દુ : ખના ડુંગર હતા . વિચારીને તે ગિરનાર ઉપર ચડી લીલું ઘાસ લાવ્યો અને જ્યાં રાનવઘણના ઘોડાઓ માટે ઘાસ વેચવા માણસો ઉભા હતા ત્યાં સાંસતીયો પણ ઉભો રહ્યો . લાવેલું ઘાસ સારૂં હતું . તેથી રાજા તેની તરફ આવે છે ઘાસનો ભારો બાજુમાં મૂકી સાંસતીયો રાનવઘણના પગમાં પડે છે . રાનવઘણ સાંસતીયાને ઓળખી શકતા નથી એટલે પૂછે છે કે જુવાન તને ક્યાંક જોયો છે પણ ઓળખાણ પડતી નથી સાંસતીયો તે વખતે જહાલે આપેલી ચિઠ્ઠી રાનવઘણને આપે છે .

નવઘણ , નવ સોરઠી ધણી દિવ્ય ક્ષત્રી સરદાર 
વીર તું પહેલાં વાંચજે જહાલ તણા જુહાર 
તુરકાણે મુજપર નજર તાકી , વચન કપરાં ઈ વદે 
બોલ સૂણી થડકી રહી છું . હું સદેહે 
આહીર બાળા એ કલી , મુઝાય છે મારી મતિ 
નરપતિ સોરઠ તણા નવઘણ , મારી વાર કરજે ભૂપતિ. 
કાગળ લઈ આવતા મુજ કેથને  વિપત્તિ પછી 
આવ્યો સંદેશો આપવા એક , વીર વહાલા તારા મળી 
આસ ટપકતાં લખ્યો કાગળ વાંચજે તું અધિપતિ 
નગરપતિ સોરઠ તણા , નવઘણ વાર કરજે ભૂપતિ.
વાલમ સહોદર વીર આપણો , હણ્યો તું જ કારણ હસી 
જનનીએ કાપ્યું શીશ એણે કાળજે કમર કસી 
મેંશ આંજી આંખે વળી હરખગીત ગાતી હતી 
નગરપ સોરઠ તણા , નવઘણ વાર કરજે ભૂપતિ , 
મેરૂ સરવર બ્રાત મારો પેટ સાગર તે બળે 
જગબીજ કરિયો વંશ જાતો ને વખત બે હાડ્યો તને
ઈવાત અને ઈવાદની જો હોય મનમાં સ્મૃતિ 
નરપતિ સોરઠતણા , નવઘણ વાર કરજે ભૂપતિ  
છ માસની અવધિ તકે મેં સિંધ સુમરાથી કરી 
વીરા અવધ જો વિતશે તો જાણ જે જાહલ મરી 
ઈ કપડાંને ચુંદડી ઓઢાડજે સ્મશાન મહીં 
નરપતિ સોરઠ તણા નવઘણ વાર કરજે ભૂપતિ 
માંડવ અમારે માલતા બંધવા દીધેલ બોલ 
કર કાપડની કોર જાહલને જૂનાના ઘણી 
કૂવે કાદવ આવિયા , નદીયે ખૂટ્યાં નીર 
સોરઠ સુડતાળો પડ્યો , વરતવા આવ્યા નવઘણવીર 
સોરઠ સુડતાળો પડ્યો ધારણ નરહી ધીર 
સીંધમાં રોકી સુમરે હાલવા નદે હમીર

           વીરા નવઘણ અત્યારે મારી હાલત સીતાજીના જેવી થઈ ઈ છે . માટે ભાઈ વહેલાં આવીને આ અસુરોના હાજમાંથી મને છોડાવીજા

            ચિઠ્ઠી વાંચી રાનવઘણ બોલી ઉઠે છે કે શું તમે મારા બનેવી સાંસતીયા છો . બાથમાં ઘાલને હૃદયથી ભેટે છે . જાહલના માથે દુ : ખના દરિયા ફરી વળ્યા છે તે વાંચી તે અતિ દુઃખી થાય છે . પોતાના મંત્રીને બોલવી વિમર્શ કરી સૌરાષ્ટ્રની બધી પ્રજા કોમોને સાથે લઈ મોટા લશ્કર સાથે સિંધ પર ચડાઈ કરવા વિરમગામ , રાધનપુર , સુઈગામથી દરિયાની નાના ખાડી ઓળંગી નડાબેટ ઉપર આવે છે .
Google source

               આજે માતાજીનું મંદિર છે તેની આગળ મોટો વડલો ઊભો હતો ત્યાં ચારણની દીકરીયું રમતી હતી . તેમાં નડેશ્વરી માતાજી પણ હતાં માતાજીએ રાનવઘણને લાંબો હાથ કરે છે ટીબું કર્યું અને કહ્યું કે બાપ ! ધર્મના રખેવાળ નીચે ઉતરો અને થોડો વિસામો કરીને જાઓ .

                  રાનવઘણ બોલ્યો કે માતાજી મારી પાસે મોટું લશ્કર છે . તો માતાજી બોલ્યાં કે વીરા ક્યાં તમને નેસમાં લઈ જાવા છે અહીંજ જમાડવા છે . રાનવઘણને તે કોઈ પ્રતાપ બાળકી લાગે છે કારણ કે ઘોડો ઊંચો અને તેના ઉપર રાનવઘણ બેઠ્યા છે તો પણ આ નાની બાળકી લાંબો હાથ કરી તિલક કરે છે . રાનવઘણ ઘોડા ઉપરથી નીચે ઉતરે છે . માતાજી નાની કુલડીમાં ખીર બનાવે છે અને રાનવઘણ અને તેના લશ્કરને જમાડે છે .

                 રાનવઘણને હવે સ્પષ્ટ થાય છે આ બાળકી સાક્ષાત માતાજી છે તે શ્રી માતાજીને બે હાથ જોડી ને વિનંતી કરે છે કે માતાજી મારે બહેનના વારે જવું છે . મુદત થોડી છે . આડો દરિયો છે મને આપ 
સહાય કરો .શ્રી માતાજી વરવડી બોલ્યાં કે વીરા નવઘણ !ધર્મના રખેવાળ !તારા ભાલા ઉપર કાળી દેવ ચકલી બેસે તે પછી તારો .ધોડો દરિયામાં નાખજે હું તારી સાથે સિંધમાં આવીશ રા નવઘણે બેટ પરથી દરિયા કિનારે જઈને શ્રી નડેશ્વરી માતાજીના તથા હિંગળાજ માતાજીનું ધ્યાન ધર્યું .એટલામાંકાળી દેવચકલી આવીને રાનવઘણના ભાલા ઉપર બેસે છે .દરિયાલાલશ્રી માતાજીની ધ્યાનથી રાનવઘણ અને લશ્કરને મારગ કરી આપે છે .   

( ૧ ) નવલાખ ઘોડે ચડ્યો નવઘણ સુમરા - ઘર સલ્લડે , 
સર સાત ખળભળ , શેષ સળવળ , ચાક ચક્કરે ચળવણે , 
અણરૂપ આવ્યો સિંધ ઉપર અળાં રજ અંબર અડી , 
નત્ય વળાં નવળાં દિયણ નરહી !વળાં પૂરણ વરૂવડી ! 

(ર) બાપૂત રમવા વેશ બાળ નેસવું તેર નીસરી , 
માદેશ ડાડોઃ શેષનાનો એ૬ , બઉ પખ ઉજળી , 
દેશોત નવઘણ જમાત જણદન ચાડ્ય છોટી ચરૂવડી , 
નત્ય વળાં નવળાં દિયર નરહી !વળાં પૂ રણ વરૂપડી .

(3)દળ વાટ વેદતે કીયો વીર્માણ થાર ફળ સર થંભવે ? 
મખ નાટ બોલ્યો જાત મસે હાટ બળટ કણ હવે ?
ફેરવે અણ દન ભાટ ફરચી , ઘાટ અવળે તે ઘડી , .
નત્ય વળાં નવળાં દિયા નરહી !વળાં પૂરણ વરૂવડી .

(૪)શવદેવ બેનડ , આપ સમવડ , ચોજ રાખડે વડા 
તળા સળાં કીધાં પાન તોડી .ઘણું સમસમર તના વડા .
તોય કળાવરવ વડ !પ્રેયે કટકળ , કિયા તૃપતા ફુલ નન્ય વળાં નવળાં દિયર નરહી !વળાં પૂરણ વરૂવડી

(5)કાપડી છો લખજાવ કારણ એહ વહેતા આહિયા 
દોહણે કંકણ તેજ દેવી પંથ વહેતા પાહિયા , 
સતબન્યો વરૂવડ , કિરણ સૂરજ પ્રસઘ નવખંડ પરવડી , 
નત્ય વળાં નવળાં દિયર નરહી ! વળાં પુરણ વરૂવડી ! 

( ૬ ) અણ ગરથ અણથે સગ્રે કેમણ , પોરસે દળ પોખીઆ , 
કે વાર જીમણ ધવે કટકળ , સમદર પડકર સોખીઆ , 
અણરૂપ ઊંડી નાખ્ય આપા , સજણ જળતણ સગ ચડી , 
નન્ય વળાં નવળાં દિયર નરહી ! વાળાં પૂરણ વરૂવડી ! 

(૭)કામઈ તુંહી કરનલ આધ દેવી આવડી 
શવદેવી તુંહી એણબ , ખરી દેવલ ખૂવડી , 
વ વડદેવ વડીઆ પાટ વરૂવડ , લિયા નવલખ લોબડી , 
નત્ય વળાં નવળાં દિયણ નરહી ! વળાં પુરણ વરૂવડી !

નવલાખ ઘોડે ચડ્યો નવઘણ , 
પ્રબળ ચારણ પોસીયા 
વરમંડ ઓદર ધારવડીએ , 
સાતશાયર પોસીયા 
તહીં જળમાં પાડ કેડા 
લોઢ દળ થંભી ગયા . 

          આવી રીતે શ્રી નડેશ્વરી માતાજીના પ્રતાપથી દરિયો શોષાઈ ગયો . અત્યારે જલોયાથી માતાએ આવતાં સૂકા રણમાં તે સમયે ત્યાં દરિયો હતો . અત્યારે પણ વર્ષ ચોમાસામાં એક વખત દરિયો આવે છે . મોટા - મોટા મોજા ઉછળે છે . આ દરિયાનું પાણી " નડાબેટને ઘેરી લે છે તથા બેટ ફરતું પાણી ફરી વળે છે . બીજા દિવસે  નરેશ્વરી માતાનું નામ લઈને માતાજીના માણસો દીવો અગરબતી અને નાળિયેર લઈને દરિયા પીરને વિનંતી કરે છે અને મા નડેશ્વરીનું નામ લઈને માતાજીની જય બોલાવે છે અને દરિયો પોતાનું પાણી બીજે દિવસે પાછું ખેચી લે છે .

                    જે હોયતે પરંતુ બીજે દિવસે ત્યાં પાણી દેખાતું નથી . અત્યારે પણ આ માતાજીનો સાક્ષાત પરચો છે .

               રાનવઘણ સીંધમાં જઈને હમીર સુમરાને મારીને બહેન  જાહલને છોડાવીને પાછા નડાબેટમાં આવે છે .

              નવઘણ ઘોડા ફેરવે અને ભાલે વરવડી આઈ . 
            માર બાણું લાખ સંઘવા તેદી વિસરે વહાણભાઈ
       
       આમ સિંધમાં હમીર સુમરાને મારીને વળતાં નડા બેટમાં શ્રી નડેશ્વરી માતાજીનું મંદિર બનાવે છે કાળ ક્રમે આ મંદિર પડી જાય છે .

મિત્રો જો તમને મારો આ લેખ પસંદ આવ્યો હોય તો અમારી વેબસાઈટ ને like કરો follow કરો અને તમારા મિત્રોમાં આ લેખને Shere કરો

कोई टिप्पणी नहीं: